Rohit Shetty: ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરે ગોળીબાર કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે વધુ છ આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે એન્ડ તેમને મુંબઈ લાવવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

IMPA એ મુખ્યમંત્રી ફડણવીસને ચિંતા વ્યક્ત કરતા લખ્યો પત્ર

તાજેતરમાં, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPA) એ આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો હતો, જેમાં રાજ્ય સરકારને તાત્કાલિક તપાસ અને યોગ્ય સુરક્ષા પગલાં સુનિશ્ચિત કરવા માટે હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી હતી. 

હાલમાં મુંબઈ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. તેના પત્રમાં, IMPA એ આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી ફિલ્મ ઉદ્યોગમાં ચિંતા અને આશંકા પેદા થઈ છે. પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે રોહિત શેટ્ટીએ ભારતીય સિનેમામાં માત્ર અમૂલ્ય યોગદાન આપ્યું નથી, પરંતુ જરૂરિયાતના સમયે હંમેશા દેશને ટેકો આપ્યો છે. તેમના પર હુમલો થવો ચિંતાજનક બાબત છે.