Payal Sakaria: સુરત મહાનગરપાલિકામાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી થકી નાગરિકોને આરોગ્યપ્રદ જીવન પુરૂ પાડવા સુરત શહેરની રહેણાંકની સાંકડી ગલીઓ સહિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી સમગ્ર દિવસ દરમ્યાન ઉતપન્ન થતા ઘન તથા પ્રવાહી કચરાને ઘર આંગણેથી મેળવીને તેનો વૈજ્ઞાનિક પઘ્ધતિથી નિકાલ કરવા તેમજ રાત્રે જાહેર રસ્તાઓ પર બ્રશિંગ અને સ્ક્રેપીંગ પછી ઉપસ્થિત થતા કચરાનો નિકાલ કરવા વિવિધ પ્રકારના વાહનો પુરતા સ્ટાફ સહિત ફાળવીને શહેરને સ્વચ્છ અને પ્રદુષણમુકત રાખવા પ્રજાના વેરારૂપી નાણાંમાંથી કરોડો રૂપિયાનાી ચુકવણીઓ ઇજારદારને કરવામાં આવી રહેલ છે જે ચુકવણીઓ તો સમયસર થાય છે પરંતુ તે ચુકવણીઓ જે કામગીરી પાછળ કરવામાં આવી રહેલ છે તે કામગીરી નિયત કરેલ રૂટ પર સમયસર તેમજ નિયમિતપણે થઇ રહેલ છે કે નહી તે જોવામાં આવી રહેલ નથી.
આ મુદ્દે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા Payal Sakariaએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં પ્રવર્તમાન ડોર ટુ ડોરની કામગીરી જોતાં આગામી યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર પાછલા ક્રમે જવાની શકયતાઓ નકારી શકાતી નથી. સુરત મનપા દ્વારા ઇજારદારોને કરોડોની ચુકવણી છતાં સુરત શહેરની ઘણી સોસાયટીઓમાં કચરાની ગાડીઓ નિયમિતપણે અથવા ન જવાથી લોકોને પરાણે જાહેર માર્ગો પર કચરાનો નિકાલ કરવાની ફરજ પડતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધી જતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં તીવ્ર ઉછાળો આવવા સહિત બાળકોથી માંડીને વડીલોના મૃત્યુના કેસમાં પણ અત્યંત વધારો થયેલ છે જે ગત છ માસના દર્દીઓની સંખ્યા તેમજ મૃત્યુના આંકડાઓ માંગવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધી પુરા પાડયા નથી, તેમજ તત્કાલિન વહીવટી વડા તેમની પ્રજા પ્રત્યેની ફરજમાં બેદરકારી દાખવતા આવેલ છે ત્યારે હવે નવનિયુક્ત મનપા કમિશનરની સુરત મનપાના વહીવટીતંત્રના વડા તરીકે નિયુકિત થયેલ છે ત્યારે હવે પ્રજાના વેરારૂપી કરોડોના નાણાંની ઇજારદારોને ગેરકાયદેસર રીતે થઇ રહેલ લ્હાણીને અટકાવવા તેમજ આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો સ્કોર કરવા શહેરમાં ડોર ટુ ડોર કચરાના નિકાલની કામગીરીમાં સુધારો લાવવા સુચનોનો તાકીદે અમલ કરાવવા પાયલ સાકરિયાએ મનપા કમિશનરને જણાવ્યું હતું.
ડોર ટુ ડોર ગાડીની કથળેલ કામગીરીને સુવ્યવસ્થિત કરવા નીચે મુજબના સુચનોનો અમલ કરાવીને પ્રજાના વેરારૂપી નાણાંનો થતો વેડફાટ અટકાવવા પાયલ સાકરિયાના સૂચનો :સમગ્ર સુરત શહેરમાં નિયમિતપણે નિયત કરેલ રૂટ પર તમામ ગલીઓમાં કચરાની ગાડીઓ ડ્રાઇવર સહિત ત્રણ માણસો સાથેના સ્ટાફ સાથે મોકલીને લોકોના ઘરેથી કચરો ઉઠાવવો તથા તે કામગીરીનો દૈનિક રિપોર્ટ સુરત મહાનગરપાલિકાના જાહેર પોર્ટલ પર રજુ કરવો.
સમગ્ર સુરત શહેરમાં વિવિધ રહેણાંક વિસ્તારોમાં શાસકો દ્વારા કોટેજના નામે ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓને છુટોદોર આપવાથી રહેણાંક વિસ્તારોમાં જાહેર માર્ગો પર હોટફીક્ષ તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના ઢગલાંઓ ઠેર ઠેર જોવા મળે છે જેને સમયસર ઉઠાવવામાં આવતા ન હોવાથી તેમનો આગ લગાડીને નિકાલ કરવાની ઘટનામાં વાયુ પ્રદુષણમાં અસહ્ય વધારો થયેલ છે જેથી નિયમિતપણે નિયત કરેલ રૂટ પર કચરાની ગાડીઓ ડ્રાઇવર સહિત ત્રણ માણસો સાથેના સ્ટાફ સાથે મોકલીને કોટેજ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાંથી કચરો ઉઠાવવો તથા તેના તમામ સ્ટાફના ફોટોગ્રાફસ તેમજ બાયોમેટ્રીક હાજરીનો દૈનિક રિપોર્ટ જાહેર પોર્ટલ પર રજુ કરવો.
સુરતના વિવિધ ઝોન વિસ્તારમાં જાહેર માર્ગો પર રાત્રી બ્રશીંગ અને સ્ક્રેપીંગની કામગીરી પછી નિયત કરેલ રૂટ પર નિયત સમયે નિયમિતપણે કચરાની ગાડીઓમાં ડ્રાઇવર સહિત નિયત સ્ટાફ દ્વારા કચરાના ઢગલાઓના નિકાલ કરાવવા/તમામ સ્ટાફના ફોટોગ્રાફસ/બાયોમેટ્રીક હાજરીનો દૈનિક રિપોર્ટ પોર્ટલ પર મુકવો.
Payal Sakariaએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે અને ઇજારોદારોની માંગણી મુજબ વધારાના તેમજ નાના અને મોટા પ્રકારના વાહનોની ફાળવણીની કામગીરીની સોંપણી છતાં શહેર વિસ્તારમાંથી કચરાનો લોકોના ઘરઆંગણેથી નિકાલ કરવામાં નિષ્ફળ ઇજારદારો સામે ટેન્ડરની શરતોના ભંગ બદલ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી શહેરમાં પ્રર્વતી રહેલ ગંદકીને દુર કરીને શહેરમાં સ્વચ્છતા, જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણની જાળવણીની કરી પ્રજાલક્ષી કામગીરી કરશોજી.
વધુમાં, આગામી દિવસોમાં ઉકત અનિયમિતતા દુર કરવામાં નહી આવે તો ડોર ટુ ડોર કચરાની ગાડીઓના ઇજાદારોએ ટેન્ડરની શરતોના ઉલ્લંઘન સહિતની અનિયમતિતા બાબતે લોકપ્રશ્નોનું નિરાકરણ કરવા જનઆંદોલન કરવા સહિત પ્રજાના વેરારૂપી નાણાંનો થતો વેડફાટ અટકાવવા કોર્ટ રાહે ન્યાય અપાવવાની ફરજ પડશે જેની સમગ્ર જવાબદારી મનપા કમિશનરની રહેશે તેવી ચેતવણી પણ પાયલ સાકરિયાએ ઉચ્ચારી હતી.





