Bangladesh: બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી પહેલા વધુ એક હિન્દુ ઉદ્યોગપતિની હત્યાએ લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થળો પર અને હિન્દુઓ પર હુમલાઓ વધી રહ્યા છે. હાલમાં જ અજાણ્યા હુમલાખોરોએ મૈમનસિંઘમાં એક હિન્દુ ઉદ્યોગપતિની તેની દુકાનમાં હત્યા કરી દીધી, જેનાથી ચૂંટણી પહેલા લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાનારી સંસદીય ચૂંટણીના બે દિવસ પહેલા, વધુ એક હિન્દુ ઉદ્યોગપતિની હત્યા કરવામાં આવી હતી. મૈમનસિંઘના ત્રિશાલમાં 62 વર્ષીય હિન્દુ ઉદ્યોગપતિ સુસેન ચંદ્ર સરકારની તેમની દુકાનમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારના પતન પછી ગુરુવારે બાંગ્લાદેશમાં પ્રથમ સંસદીય ચૂંટણીઓ છે.





