DGP નો આદેશ, કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ અધિકારીઓ સ્ટેન્ડ-ટુ, સોમનાથથી લઈ અમદાવાદ સુધી સઘન સુરક્ષા, મેટ્રો સ્ટેશન પર તડામાર તૈયારીઓ.
નવા વર્ષની શરૂઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના હોમટાઉન એટલે કે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પીએમ મોદીના આગામી 3 દિવસીય પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ 12 January સુધી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.