BJP: મોદી સરકારના દેશના 80 કરોડ લોકોને મફત અનાજના પોકળ દાવા વચ્ચે લિંબાયત વિસ્તારમાં લોકોને અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે. તે બાબતે આમ આદમી પાર્ટી નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડેની આગેવાનીમાં AAP કાર્યકરો અને સ્થાનિક લોકોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલીનું આયોજન કર્યું હતું.

આ મુદ્દે AAP નેતા પંકજ તાયડેએ જણાવ્યું હતું કે, આજે લિંબાયત વિસ્તારમાં રાશનની સમસ્યાને લઈને એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈ બહેનો પણ જોડાયા હતા. અહીંના લોકોને રાશન મેળવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. ભાજપના નકલી દલાલોએ એક જ લાયસન્સ પર ત્રણ – ચાર જેટલી દુકાનો ખોલી નાંખી છે. એક તરફ મોદી સરકાર કહે છે કે અમે 80 કરોડ લોકોને મુફ્ત રાશન આપીએ છીએ, પરંતુ, ક્યાંક ને ક્યાંક ભાજપના નકલી દલાલો લોકોનો હક ખાવા લાગ્યા છે. એક વ્યક્તિને પાંચ કિલો રાશન મળવું જોઈએ, એટલે કે પ્રત્યેક પરિવાર દીઠ 20 થી 25 કિલો મળવા પાત્ર હોય છે, પરંતુ ભાજપના દલાલો અને કેટલાક નેતાઓ દ્વારા ગરીબ જનતાના હકનું અનાજ ખવાઈ જાય છે, લોકોને પર્યાપ્ત રાશન નથી મળતું. બે નંબરનું રાશન કેટલાક દુકાનદારોને વેચી દેવામાં આવી રહ્યાનું પણ જાણવા મળે છે.

AAP નેતા પંકજ તાયડેએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો હવે જાગૃત થઈ ગયા છે. જનતા જ હવે આ લોકોની દુકાને રેડ કરશે. આ વિસ્તારની જનતાને અનાજ માફિયાઓએ ડરાવીને રાખ્યા હતા. પણ જનતા હવે ડરવાની નથી. આ લોકોના જેટલા પણ બે નંબરના કામો છે ત્યાં જનતા રેડ કરશે. પંકજ તાયડેએ જનતાને આહ્વાન કરતા કહ્યું હતું કે, તમારા વિસ્તારમાં ક્યાંય પણ ઓછું અનાજ કે એ સંબંધી કોઇ ફરિયાદ હોય તો અમને કહો, અમે લોકોને સાથે રાખીને આવા ઈસમોને ખુલ્લા પાડીશું.

આમ, આમ આદમી પાર્ટી દ્વારા જનતાના હિતમાં જનતાને પૂરતું અનાજ મળે અને બે નંબરીયા લોકોના ધંધા બંધ થાય તે માટે સમાજમાં જાગૃતિનું એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે સાથે વોર્ડ નં. 27 ના કાર્યકર્તા વિજયભાઈ, લક્ષ્મણભાઈ, પ્રદીપભાઈ, યોગેશભાઈ અને ત્યાંના સ્થાનિકો રાહુલભાઈ તથા મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ સાથ આપ્યો હતો.