Kayanat Ansari AAP: આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ ભચાઉ તાલુકાના બંધડી ગામની મુલાકાત લીધી હતી. બંધડી ગામ ગટર, પાણી, રસ્તા, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે. ત્યારે AAP નેતા ડો. કાયનાત અંસારી આથાએ ગામની મુલાકાત લઇ, ત્યાં ગ્રામજનો સાથે સંવાદ કરી, ત્યાંની સમસ્યાઓ જાણી હતી. આ મુલાકાતમાં AAP નેતા ડો. કાયનાત અંસારી આથા સાથે સુરેશ એચ. કાંઠેચા – અધ્યક્ષ ભીમા કોરેગાંવ સેના, AAP ભચાઉ તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઇ પીરાના અને કિસાન સેલના પ્રમુખ ડાયાભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.આ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો હતો.
AAP નેતા Kayanat Ansari દ્વારા ભચાઉ તાલુકાના બંધડી ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ કરી ત્યાંની પરીસ્થિતિ અને મુશ્કેલીઓ જાણી હતી. તેમણે જણાવ્યું હતું કે બંધડી ગામમાં રોડ-રસ્તાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ત્યાં સરકારી સ્કુલની હાલત જર્જરીત છે તેમજ ધો. 5 સુધી માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે, ગામમાં પાણીનો ટેન્ક તો આવેલો છે પરંતુ પાણી મળતું નથી જેથી ગ્રામજનોએ તળાવના ગંદા પાણીનો ઉપયોગ પીવા માટે તેમજ કપડા ધોવા માટે કરવો પડે છે. વધુમાં જણાવ્યું હતું કે આ ગામમાં સુવિધાઓનો સદંતર અભાવ છે અને સરકાર દ્વારા આ ગામને સદંતર નજરઅંદાજ કરવામાં આવ્યું છે.ગામમાં વિવિધ સુવિધાઓ વિકસાવવા તથા પ્રાથમિક સુવિધાઓ દરેક નાગરીકને મળી રહે તે માટે ભચાઉ નાયબ કલેકટરની ઓફીસે રજુઆત કરવામાં આવશે, તેમજ જો બંધડી ગામને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.





