Gandhinagar: રાજધાનીના સેક્ટર ૧૬ માં અંડરપાસ પાસે કારની ટક્કરે અખબાર ડિલિવરી કરનાર વ્યક્તિના મૃત્યુ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સેક્ટર ૨૨ નો રહેવાસી આ વ્યક્તિ સવારના નિત્યક્રમ મુજબ ગ્રાહકોને સાયકલ પર અખબારો પહોંચાડવા માટે નીકળ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
શહેરના મુખ્ય માર્ગો પર ઝડપી વાહનોને કારણે જીવલેણ અકસ્માતો વારંવાર બનતા રહે છે. દરમિયાન, સેક્ટર ૨૨ ના રહેવાસી અને ડોર ટુ ડોર અખબાર ડિલિવરી કરનાર ૫૫ વર્ષીય પ્રફુલભાઈ શુક્લા ૧૨ તારીખે સવારે અખબારો પહોંચાડવા જઈ રહ્યા હતા. ઉપરોક્ત અકસ્માતનો ભોગ બન્યા હતા. ઝડપી વાહનની ટક્કરથી તેઓ રસ્તા પર પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આખરે તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની રાજશ્રીબેનની ફરિયાદના આધારે સેક્ટર 21 પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





