Surat: સુરતના પોશ અલથાણ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક પરિણીત મહિલાએ તેના નાના દીકરા સાથે ઇમારતના 14માં માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતા. આ દુ:ખદ ઘટનામાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલો અનુસાર, અલથાણ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં રહેતી એક મહિલાએ અજ્ઞાત કારણોસર આત્મહત્યા કરી હતી. મહિલાએ તેના પુત્ર સાથે 14મા માળેથી કૂદી પડી. પડવાનો જોરદાર અવાજ સાંભળીને રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બાળકનું મોત, માતાને હોસ્પિટલમાં દાખલ
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું. મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે તેની હાલત અત્યંત નાજુક છે.
ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મહિલાએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.





