Vikram Dave AAP: સુરેન્દ્રનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચાને ડિટેન કરવા માટે પોલીસ પોતાના ઘરે પહોંચી હતી ત્યારે AAP નેતા કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગરમાં જિલ્લા વાઇબ્રન્ટ સમિટનું આયોજન હતું. આ સંદર્ભે અમે સરકારનું ધ્યાન દોરવાના હતા કે તમે જે વાઇબ્રન્ટનાં તાઇફા કરો છો તે બંધ કરો તેના બદલે બિસ્માર હાલતમાં રહેલી વઢવાણ જીઆઇડીસીનાં રોડ રસ્તાઓ સારા કરો, ઇન્સ્ટ્રીયાલિસ્ટનાં કામ ધંધા ભાંગી પડ્યા છે. સુરેન્દ્રનગરનાં લોકો સ્થાળાંતર કરી રહ્યા છે તે તમામને વેપાર ધંધા આપો અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવી રહેલી વઢવાણ જીઆઇડીસીનાં રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે. આવા તમામ નક્કર અને પ્રાથમિક કામ કરવાને બદલે પોલીસને આગળ કરીને સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનાં વ્યર્થ પ્રયત્ન કરે છે. અત્યારે હું કામ ધંધે જઇ રહ્યો હતો ત્યારે મને ડિટેઇન કરવા માટે પોલીસ આવી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા Vikram Daveને નજરકેદ કરાયા હતા. આ દરમ્યાન AAP નેતા વિક્રમ દવેએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરની ટીમ ત્યાં આવી રહેલા ગુજરાત સરકારના મંત્રીઓ ને રજૂઆત કરવા નીકળી રહ્યા હતા. ત્યારે મને અને સાથી કાર્યકરોને પોલીસ દ્વારા અમારા ઘરની બહાર રોકીને રજૂઆત માટે નહી જવાની સૂચના આપવામાં આવી છે. અમારી રજૂઆત એ છે કે વાઇબ્રન્ટ ગુજરાતના કરોડો રૂપિયાના સરકારી તિજોરીના લોકોના ટેક્સના પૈસાના તાઇફા કરવાને બદલે સરકાર સુરેન્દ્રનગર વઢવાણ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના બિસ્માર રોડની દશા, ગટરવાળુ ગંદુ પીવાનું પાણી આવે છે તે, નળ સે જળ અંતર્ગત કરોડો ખર્ચીને પાંચમે દિવસે પાણી આપવા બાબત, સરકારી શાળાઓ અને દવાખાનાની બિસ્માર હાલત વિશે, આખા કોર્પોરેશન વિસ્તારમાં એક પણ પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નથી, કચરાના ઢગલાઓને પ્રોસેસ કરવાની બદલે હવા પ્રદૂષણ કરી તેને બાળી નાખવું આવા અનેક મુદ્દા પર વિચાર વિમર્શ કરે,
પરંતુ આજે વહેલી સવારથી મારા ઘરની બહાર પોલીસ વાળાને મૂકવામાં આવ્યા છે. જ્યાં સુધી સરકારના તાઇફાનો કાર્યક્રમ ન પતે ત્યાં સુધી અમારે ક્યાંય જવાનું નહીં. ગુજરાતનાં મંત્રી જ્યારે અહીં આવતા હોય અને સુરેન્દ્રનગરની વાત પણ નહીં કરવાની તો સરકારનાં મંત્રીઓનો અહીં કામ શું છે ? મને સ્પષ્ટ સૂચના છે કે આ કાર્યક્રમ ન પતે ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. મારી અંગત ફ્રીડમ પણ છીનવાઈ ગઈ છે પણ શું જાહેર હિતમાં, લોકોના હિત માટે રજૂઆત કરવાની પણ મંજૂરી નથી ? લોકોને તકલીફ પડતી હોય તો રજૂઆત પણ નહીં કરવાની ?આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે સંપૂર્ણપણે સરમુખત્યારશાહી આવી રહી છે તેનું ખૂબ દુઃખ છે





