Gopal Rai AAP: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂરા જોરશોરથી પૂરી તૈયારીઓમાં લાગી છે. આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ તૈયારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, પ્રદેશ પ્રવક્તા નીતિન બારોટ, AAP નેતા જતીન પટેલ, AAP વિદ્યાર્થી પાંખ ASAP મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલ, AAP હરેશ પટેલ તૈયારી બેઠકમાં હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી, જીલ્લા/શહેર પ્રમુખ, AMC ઝોન ઓબ્સર્વેર, વોર્ડ ઓબ્સર્વેર, વિધાનસભા પ્રભારી અને ચૂંટણી લડવા ઈચ્છુક તમામ કાર્યકર્તા/હોદ્દેદારો આ તૈયારી બેઠકમાં હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ આ તમામ હોદ્દેદારોને આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને મુદ્દે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે AAP નેતા ગોપાલ રાયએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોતાનો રોડ મેપ તૈયાર કરી દીધો છે અને આવનારી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે સજ્જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે અને અમને વિશ્વાસ છે કે આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક નવો ઇતિહાસ રચશે.