Piyush Patel AAP: તારીખ 2 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીની મોહલ્લા સભા ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા વિસ્તારનાં નાંદ ગામમાં યોજાય અને ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકત્ર થયા હતા. આ સભામાં આમ આદમી પાર્ટી અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ખુલ્લું સમર્થન આપ્યું હતું. આ જોઇને ભાજપના અમુક ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તમામ ઇજાગ્રસ્ત લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટના વિશે AAP ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને દિપકભાઇને જાણ થતા તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ કરી હતી.
આ મુદ્દે આમ આદમી પાર્ટીનાં ભરૂચ જિલ્લાનાં પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે નાંદ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મહોલ્લા સભા કરવામાં આવી. જેમાં સ્થાનિક જે લોકોએ સભાનું આયોજન કર્યું હતું અને સભા પૂરી કરીને ભરૂચ પહોંચ્યા અને થોડા જ સમયમાં જે લોકોએ સભાનું આયોજન કર્યુ હતું, તે લોકોનો આ ઘટના મુદ્દે ફોન આવ્યો અને રાત્રિના ત્રણ વાગ્યાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છીએ. એક વડીલને આંખનાં ભાગમાં ચાર ટાંકા, માથાનાં ભાગમાં પંચથી મારવામાં આવ્યા છે. અન્ય બે લોકોને માથામાં અને આંખનાં ભાગમાં માર માર્યો છે. ધર્મેશ વસાવા ઓર્થોમાં સારવાર હેઠળ છે. આ ભારતીય જનતા પાર્ટીની ગુંડાગર્દીનો એક પૂરાવો છે. આજે ભરૂચમાં જે કામો નથી થઇ રહ્યા તેના બદલામાં આમ આદમી પાર્ટી જ્યારે જનતાનો અવાજ બનીને નિકળે છે.
AAP નેતા પિયુષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે, એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનાં અમુક ગુંડાઓ આ પ્રકારની હરકતો કરે છે, તેમના વિરૂદ્ધમાં કડક પગલાં લેવા જોઇએ. હાલ પોલીસ તમામ લોકોનાં સ્ટેટમેન્ટ લઇને ગઈ છે. અમે આશા રાખીએ છીએ કે આ તમામ સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવે. આ તમામ લોકો આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતાની હાર ભાળી રહ્યા છે. એના જ કારણે આ પ્રકારનાં કાવતરા કરી રહ્યા છે. પરંતુ ભરૂચ જિલ્લામાં આવાં કોઇ પણ પ્રકારનાં અસામાજિક તત્વોની થોડી પણ દાદાગીરી વેઠવા તૈયાર નથી. આનો જવાબ અમે કાયદાકીય પગલા ભરીને આપીશું. મહેરબાની કરીને કોઇ અસામાજિક તત્વ આ પ્રકારનું પગલું ભરવા માંગતું હોય તેને અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે. પહેલા પણ હતી, અત્યારે પણ છે અને આવનાર દિવસોમાં પણ સાથે રહેશે.





