Gujarat: રાજ્યમાં લોક રક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોક રક્ષક ભરતી બોર્ડે ઉમેદવારોની ઉત્સુકતાનો અંત લાવતા, સત્તાવાર રીતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી છે.

મેરિટ લિસ્ટમાં ૧૧,૯૨૫ ઉમેદવારોનો સમાવેશ થયો છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ ૧૧,૯૨૫ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ની મુલાકાત લઈને તેમના નામ અને મેરિટ સ્ટેટસ ચકાસી શકે છે.

આ પ્રક્રિયા ૩ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવી ફરજિયાત છે.
મેરિટ લિસ્ટની જાહેરની સાથે પસંદ થયેલા ઉમેદવારો માટે એક મહત્વની સૂચના જાહેર કરી છે. મેરિટ લિસ્ટમાં સામેલ ઉમેદવારોએ 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરવી પડશે.

ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે, OTP ચકાસણી વિના પ્રક્રિયા અધૂરી ગણાશે. બોર્ડે ભાર મૂકતા જણાવ્યું કે, ફક્ત દસ્તાવેજો અપલોજ કરવા પૂરતા નથી. PDF ફાઈલ અપલોડ કર્યા પછી ઉમેદવારોએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલાં OTPનો ઉપયોગ કરીને તેને ચકાસણી કરવાની રહેશે. OTP તપાસ્યા બાદ જ પ્રક્રિયા પરી થઈ હોવાનું માનવામાં આવશે