Brampton : કેનેડાના બ્રેમ્પટનમાં ભીષણ આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

દૂતાવાસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

ભારતીય કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બ્રેમ્પટનમાં લાગેલી વિનાશક આગમાં ભારતીય નાગરિકોના મોતથી અમને ખૂબ જ દુઃખ થયું છે. કોન્સ્યુલેટ જનરલ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભા છે.” CTV ન્યૂઝ અનુસાર, 19-20 નવેમ્બરના રોજ સવારે 2:15 વાગ્યે મેકલોફલિન અને રિમેમ્બરન્સ રોડ વિસ્તારમાં 12 બન્સ વે ખાતે આગ લાગી હતી. આગમાં ત્રણ મહિલાઓ અને એક નાના બાળકનું મોત થયું હતું.

મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

ઓન્ટારિયો ફાયર માર્શલ ઓફિસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કોન્સ્ટેબલ ટાયલર બેલે જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સીબીસી ન્યૂઝે તેમના હવાલાથી જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા હતી અને તેના બાળકને જન્મ આપવા માટે તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ બાળકનું મૃત્યુ થયું હતું. ગર્ભવતી મહિલાએ આગથી બચવા માટે બારીમાંથી કૂદી પડી હતી અને તે ઘાયલ થઈ ગઈ હતી. કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર લોકોની હાલત સ્થિર છે, જોકે કેટલાક ગંભીર રહ્યા છે.