Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. આમ આદમા પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન કરતા જણાવ્યું હતું કે, 30 નવેમ્બરે સવારે 10:00 કલાકે પાલનપુરના ચડોતર પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના કડદા કાંડથી શરૂ થયેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી વિવિધ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે.
પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે, ભાજપ સતત ખેડૂતો સાથે અન્યાય કરતી આવી છે. જેના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહ્યું છે. જેના ભાગરૂપે પાલનપુરના ચડોતર પાસે વધુ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીનું સર્વ પ્રદેશ નેતૃત્વ ત્યાં હાજર રહેશે હું પણ ત્યાં હાજર રહીશ. હું સર્વ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે આપણા ખેડૂતોના મુદ્દે, માલધારીઓના મુદ્દે, પશુપાલકોના મુદ્દે, આપણી ઉપર સતત અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે.તો આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે સર્વ ખેડૂતોને હું આમંત્રણ પાઠવું છું.





