America: અમેરિકામાં એક ખતરનાક બીમારીએ ભરડો લીધો છે. તેમાં પહેલું મોત થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, વોશિંગ્ટનમાં બર્ડ ફ્લૂના દુર્લભના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. સાથે જ લોકોમાં ચિતામાં ગરકાવ થયા છે. જોકે, રાજ્યના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે આ વાયરસ લોકો માટે કોઈ ખાસ ખતરો નથી.

બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ સારવાર હેઠળ હતી

મૃતક બર્ડ ફ્લૂથી સંક્રમિત હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેથી, બર્ડ ફ્લૂ મૃત્યુનું મુખ્ય કારણ હોવાની શંકા છે. જોકે, આરોગ્ય વિભાગે હજુ સુધી બર્ડ ફ્લૂને કારણે મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું નથી. વોશિંગ્ટન આરોગ્ય વિભાગે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતક એક વૃદ્ધ વ્યક્તિ હતો જેને પહેલાથી જ આરોગ્ય સમસ્યાઓ હતી અને H5N5 (બર્ડ ફ્લૂ) વાયરસ માટે સારવાર આપવામાં આવી રહી હતી.

યુ.એસ.માં બર્ડ ફ્લૂથી સંક્રમિત થનાર પ્રથમ વ્યક્તિ

આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એવું લાગે છે કે મૃતક વૃદ્ધ વ્યક્તિ બર્ડ ફ્લૂ વાયરસના આ પ્રકારથી સંક્રમિત થનાર પ્રથમ વ્યક્તિ હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સિએટલથી લગભગ 125 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં ગ્રેઝ હાર્બર કાઉન્ટીમાં રહેતા આ વ્યક્તિના ઘરના આંગણામાં પાલતુ મરઘીઓનો ટોળું હતું જે જંગલી પક્ષીઓના સંપર્કમાં આવ્યું હતું. “જનતા માટે જોખમ ઓછું છે. અન્ય કોઈ વ્યક્તિ એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત જોવા મળ્યું નથી,” આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

H5N5 H5N1 કરતા ઓછું ખતરનાક છે

યુએસ આરોગ્ય અધિકારીઓએ બર્ડ ફ્લૂના એક દુર્લભ પ્રકારનું મૃત્યુ થયા બાદ આ કેસની તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિ પર નજર રાખશે, પરંતુ અન્ય લોકો વાયરસથી સંક્રમિત થયા હોવાના કોઈ પુરાવા નથી. આ મહિનાની શરૂઆતમાં, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ ચેપ વિશે એક નિવેદન જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે એવી કોઈ માહિતી નથી કે આ કેસ જાહેર આરોગ્ય માટે વધુ જોખમ ઉભું કરે છે. H5N5 ને માનવો માટે H5N1 કરતા મોટો ખતરો માનવામાં આવતો નથી.

આ પણ વાંચો