Hardik Pandya Engagement:  સોશિયલ મીડિયા પર ફરી એકવાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાંક સમયથી તેના ફોટા મોડેલ મિહિકા શર્મા સાથે વાયરલ થઈ રહ્યાં છે. એવામાં બંનેએ સગાઈ કરી લીધી હોવાની વાતોએ જોર પકડ્યું છે. ફોટોમાં માહિકાના હાથમાં ચમકતી વીંટી જોઈને ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. હાલમાં જ, સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં માહિકા તેને ડ્રિંક ઓફર કરતી જોવા મળે છે. તેના ડાબા હાથ પર ચમકતી હીરાની વીંટી દેખાય છે.

હાર્દિક ફરીથી પ્રેમમાં પડ્યો

સોશિયલ મીડિયા પર ફેન્સ એવો દાવો કરી રહ્યા છે કે હાર્દિક મહિકા સાથે સગાઈ કરી લીધી છે. જોકે, મીડિયા આ વાતની પુષ્ટિ કરતું નથી. માહિકા કે હાર્દિકે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. માહિકા વ્યવસાયે એક મોડેલ છે, અને નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા પછી હાર્દિક તેની સાથે જોવા મળ્યો છે. માહિકા અને હાર્દિક પંડ્યા પહેલી વાર મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ ગયા મહિને હાર્દિકના જન્મદિવસ પહેલા વિદેશ પ્રવાસ પર ગયા હતા. ત્યારબાદ માહિકા દિવાળી પૂજાથી લઈને પરિવારના ફોટા સુધી દરેક વસ્તુમાં હાર્દિક સાથે જોવા મળી છે.

નતાશાથી છૂટાછેડા

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ગત વર્ષે જુલાઈમાં તેમના છૂટાછેડા થયા હતા. તેમને અગસ્ત્ય નામનો એક દીકરો છે.

વાયરલ થયેલા ફોટો જોઈને એવું લાગે છે કે હાર્દિક પંડ્યાને ફરી એકવાર પ્રેમ મળ્યો છે. તેની ક્રિકેટ યોજનાઓ વિશે, તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ODI શ્રેણી માટે આરામ આપવામાં આવશે.

આ પણ વાંચો