Janak Kachhadiya AAP: ભાવનગર જિલ્લાના જેશર તાલુકાના બિલા ગામમાં PGVCLની ઘોર બેદરકારીના કારણે પિતાનું અવસાન થતાં પુત્રએ સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી. ખેડૂત પુત્ર જનક કાછડીયાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મારી વાડીમાંથી પસાર થતી હાઇટેન્શન લાઈનનો વીજ વાયર તૂટી જવાથી મારા પિતા નાથાભાઈનું અવસાન થયું છે. અમારી વાડીમાં તાર તૂટવાની આ બીજી ત્રીજી વાર ઘટના બની છે. અમે વારંવાર PGVCLને રજૂઆત કરી હતી છતાં પણ કોઈ કામ થયું નહીં જેના કારણે આજે અમારે મારા પિતાજીને ગુમાવવા પડ્યા છે. અનેક વખત આવી ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ક્યાં સુધી લોકોએ સહન કરવાનું છે?

Janak Kachhadiyaએ જણાવ્યું હતું કે, હજુ સુધી તંત્ર કે સરકારમાંથી કોઈ પૂછવા માટે પણ આવ્યું નથી. હું સરકાર પાસે માંગણી કરું છું કે આવા બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આવી ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવે. મેં તો મારા પિતાને ગુમાવ્યા છે પરંતુ બીજા કોઈને ગુમાવવા ન પડે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.