સમ્રાટ ચૌધરીએ પ્રસ્તાવ મૂક્યો અને સર્વાનુમતે મંજૂર થયો, પટણાના ગાંધી મેદાનમાં આવતીકાલે યોજાશે ભવ્ય શપથવિધિ.
20 નવેમ્બરે લેશે CM પદના શપથ
10મી વખત મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. નીતીશ કુમાર હવે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
બિહારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે, 20 November ના રોજ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.
બુધવારે પટણામાં રાજકીય ગતિવિધિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. દિવસની શરૂઆતમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને JDU ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી