AAP News:આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના લોકસભા સંગઠન, જિલ્લા સંગઠન તથા વિધાનસભા સંગઠનથી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. આજે ડાંગ લોકસભા સહપ્રભારી અને ડાંગ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય અને ઊંઝામાં વિધાનસભા પ્રભારી તથા ભાવનગર ગ્રામ્ય અને ઊંઝામાં વિધાનસભા સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહપ્રભારી, તારાપુર તાલુકા અને આણંદ શહેરમાં મહામંત્રી અને મંત્રી, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ પ્રભારી અને વોર્ડ સહ પ્રભારી, પેટલાદ નગરપાલિકા પ્રભારી અને સહ પ્રભારી, ઊંઝા નગરપાલિકા પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી.

આમ આદમી પાર્ટી(AAP) હવે ગુજરાતમાં જોરશોરથી આગળ વધી રહી છે. સંગઠન સતત મજબૂત બની રહ્યું છે અને પાર્ટી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. એક નવી રાજકીય રણનીતિ, વિચારધારા સાથે લોકોના હક્ક માટે લડત લડનાર આમ આદમી પાર્ટી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય હાંસલ કરશે ગુજરાતના લોકોને પણ વિશ્વાસ છે. નવનિયુક્ત તમામ સાથીઓને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને સફળતાની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.