Ahmedabad: નિરમા યુ.નિમાં 5 કરોડની ઉચાપતની ઘટનાથી ચકચાર મચી છે. માહિતી મુજબ, સ્ટુડન્ટ એક્ટિવિટીના રૂપિયા પાંચ કરોડની ઉચાપત થઈ હોવાની ફરિયાદ પ્રોફેસરે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે નોંધાવી હતી. સોલા પોલીસે, ઉચાપત મામલે યુનિવર્સિટીના કર્મચારી પ્રકાશ ઠાકોરની અન્ય બે મિત્રો રોહિત મકવાણા (ઠાકોર), નિકેતન દેસભ્રતારની ધરપકડ કરી છે.

આરોપીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.પૂછપરછ દરમિયાન પ્રકાશ ઠાકોરે કબૂલ્યું કે, સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા. હાલ, આ સમગ્ર મામલે પ્રકાશ ઠાકોર, નિકેતન, હર્ષિલ લેહરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા, રોહિત ઠાકોર વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ છેતરપિંડી 10 સપ્ટેમ્બર 2025 ના રોજ સામે આવી હતી, જ્યારે પ્રકાશ ઠાકોર 2004-૨૫ ના ખાતાઓના વાર્ષિક ઓડિટ માટે હાજર રહેવામાં નિષ્ફળ ગયો હતો. બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી ત્યારે, ઠાકોરે કથિત રીતે કબૂલાત કરી કે તેણે પોતાની “વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતો” પૂરી કરવા માટે વિદ્યાર્થી ખાતામાંથી પૈસા ડાયવર્ટ કર્યા હતા.આમ, કુલ ₹5 કરોડ ઠાકોર અને તેમના સહયોગીઓના ખાતામાં ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઠાકોરે ભંડોળ મેળવવા માટે ત્રણ પ્રાથમિક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે, જેમાં કાલુપુર કોઓપરેટિવ બેંકમાં એક અને HDFC બેંકમાં બેનો સમાવેશ થાય છે.

પોલીસ કાર્યવાહી

પોલીસ દ્વારા આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, બનાવટી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, જો તપાસ દરમિયાન વધારાના પુરાવા બહાર આવશે તો વધુ વ્યક્તિઓને શંકાના ઘેરામાં રાખી તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો