AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ આમ આદમી પાર્ટી(AAP)એ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત શરૂ કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. આજે આવનારી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સોરઠીયાની આગેવાનીમાં મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી હતી.

જામનગરની લોકસભા સીટ માટે રૂઘાભાઈ આંબલીયાની ઇન્ચાર્જ અને કલ્પેશ મકવાણાની કો-ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્યની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ તરીકે હિરણસિંહ સિંધાની નિમણૂક કરવામાં આવી હતી. વડોદરામાં પણ એક જિલ્લા પંચાયત સીટ પર પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી. આણંદમાં બે જિલ્લા પંચાયતમાં પ્રભારીની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે મોરવા હડફમાં પણ એક જિલ્લા પંચાયત સીટમાં પ્રભારી તેમજ સહ પ્રભારીની નિમણૂંક કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકામાં માંજલપુરના વોર્ડ નંબર 17, રાવપુરાના વોર્ડ નંબર 7 અને 3 તેમજ સયાજીગંજના વોર્ડ નંબર 2ના પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂંક કરવામાં આવી હતી. સાથે સાથે છોટાઉદેપુરની ચાર જિલ્લા પંચાયત સીટમાં પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂંક કરવામાં આવી હતી. છોટાઉદેપુરની પાદરા નગરપાલિકામાં પણ નગરપાલિકા પ્રભારીની નિમણૂંક કરવામાં આવી હતી.