Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આથાડુંગરી પંચાયત તાલુકા કવાંટ ખાતે ગુજરાત જોડો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત તમામ સરપંચો 8,000થી વધારે કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અથા ડુંગરી ગામે તરણસિંહ રાઠવા આથાડુંગરી ના પૂર્વ સરપંચ તમામ પંચાયતના સભ્યો સાથે 5000 કાર્યકરો સાથે, તથા પુનિયાભાઈ રાઠવા બીટીપી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી વિનુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભાજપ, કોંગ્રેસ અને BTP માંથી 8000 થી વધુ લોકો આપમાં જોડાયા છે. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન ફરીથી ડેડીયાપાડા આવવાના છે. 15 દિવસ પહેલા વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવ્યા હતા અને ફરીથી ડેડીયાપાડામાં આવવાના છે. કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ અમને ડરાવીને ધમકાવીને જેલનો ડર બતાવીને કહે છે કે 15 તારીખે તમે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાવ. હું આદિવાસી નો દીકરો છું. ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે જેલમાં પૂરીને ડરાવવાની કોશિશ કરી અમે ત્યારે પણ ડરતા હતા નહીંં અને આજે પણ ડરીશું નહીં.

એ લોકોનો ટાર્ગેટ છે કે 15 તારીખે ચૈતર વસાવાને તેમની પાર્ટીમાં જોડી દે પરંતુ અમે પણ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી સુધીમાં 1,00,000 ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડીશું. અમારે સવારે નસવાડી ખાતે કાર્યક્રમ હતો ત્યારે ભાજપના લોકોએ અમને પરેશાન કર્યા હતા પરંતુ આથાડુંગરી ખાતેના કાર્યક્રમમાં અમારા સરપંચની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાનીમાં હજાર લોકો અમારા સમર્થનમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી તેઓ વિકાસ મહોત્સવ, અમૃત મહોત્સવ, ગૌરવ યાત્રા કાઢે છે એ બધું તો છે જ પરંતુ બાળકોને શિક્ષણ જોઈએ છે બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈ માટેનું પાણી જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની કોઈ વાત કરતું નથી. એક પેડ મા કે નામ જેવા બોગસ કાર્યક્રમમાં લાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરે છે પરંતુ લોકો હવે સમજી ગયા છે તેથી જ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના સુપડા આ વિસ્તારમાંથી સાફ થઈ જવાના છે. અતિવૃષ્ટિ કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. સરકારે એક અઠવાડિયા પછી વાટા ઘાટો કરીને દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. 33 લાખ હેક્ટર

ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન અહીંયા આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મ સ્થળ ઝારખંડ રાંચી માં છે. ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો ડેડીયાપાડામાં માત્રને માત્ર મારી વૈચારિક લડતને દબાવવા માટે અહીંયા આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે તમે પાર્ટીમાં જોડાઈ જાવ. અમારા મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે એમની સરકાર હોવા છતાં પણ એના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? અમે કોઈપણ સર્કસના ટાઈગર બનવા માંગતા નથી. અમારી પાસે સ્વતંત્ર હવાલો છે અમે સ્વતંત્ર જંગલના ટાઈગર બનીને રહેવા માંગીએ છીએ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના નથી.

2024 માં મને ભરૂચ લોકસભા પરથી લડાવવાના હતા. એમણે કહ્યું હતું કે બધો જ ખર્ચો અમારો રહેશે ભરૂચ લોકસભાનુ મેન્ડેટ આપીને કહ્યું હતું કે તમે લડી લો ત્યારે પણ હું ભાજપ સામે લડ્યો હતો અને 5.22 લાખ મત મને મળ્યા હતા. એક પણ પૈસાની લાલચ આપ્યા વગર ઈમાનદારેથી લોકોએ મને 5.22 લાખ મત આપ્યા હતા. થોડાક મતથી તેઓ જીતી ગયા હતા તેમણે મતદાર યાદીમાં ચીટીંગ કરી હતી અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીતી ગયા હતા. બાકી આ વખતે મનસુખભાઈ ઘરે જતા રહેવાના છે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા હતા એ જ પ્રકારે SIR એક વોટ બંધી છે એમાં મજૂરી કરવા ગયેલા લોકો, અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરેલા લોકોના આ SIRમાં ફોર્મ ભરાશે નહીં તો તેમને મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે.