Manoj Sorathia News: આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ત્રિદિવસીય “ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર”નો આજે બીજો દિવસ સફળતાપૂર્વક રીતે પૂર્ણ થયો. આ શિબિરમાં AAP ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathia સહિતના વરિષ્ઠ નેતાઓ અને પ્રદેશના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, આજે યોજાયેલી શિબિરમાં પાર્ટીના વિધાનસભા પ્રભારી અને સહ પ્રભારીઓને સંગઠનાત્મક માળખું મજબૂત બનાવવાની દિશામાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. SIR મુદ્દે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કેવી રીતે જનહિતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તે અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, સુદામડા ગામ ખાતે યોજાયેલી ઐતિહાસિક કિસાન મહાપંચાયત બાદ ખેડૂતોના હક માટે ચાલનારા આંદોલનને વધુ મજબૂત રીતે આગળ કેવી રીતે ધપાવવું તે અંગે પણ ચર્ચા થઈ. સાથે જ, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના આયોજન અને સંગઠનના સ્તરે વધુ અસરકારક રણનીતિ ઘડવાની ચર્ચાઓ પણ કરવામાં આવી.
AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. “ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર” એ આ તૈયારીઓનો અગત્યનો હિસ્સો છે, જેમાં દરેક હોદ્દેદારને સંગઠન, જનસંપર્ક અને ચૂંટણી વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી રહી છે. AAP નેતા મનોજ સોરઠીયાએ ઉમેર્યું કે આજના બીજા દિવસ દરમિયાન યોજાયેલી ચર્ચાઓ અત્યંત ફળદાયી રહી છે અને પાર્ટી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. આવતીકાલે શિબિરના અંતિમ દિવસે મહત્વના હોદ્દેદારો સાથે અંતિમ ચર્ચા કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાના સ્પષ્ટ રોડમેપ સાથે આમ આદમી પાર્ટી આગળ વધશે.





