Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા Sagar Rabariએ માવઠાના લીધે થયેલા નુકસાન મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે થયું છે. ગુજરાતમાં પાક વીમા યોજના ખેડૂતોના વિરોધના કારણે નહીં પરંતુ ભાજપના ભ્રષ્ટાચારને કારણે બંધ થઈ ગઈ છે. Gujaratમાં પાક વીમા યોજનાની જરૂર છે પરંતુ ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર થવાથી પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે અને એનો ભોગ ગુજરાતના ખેડૂત બની રહ્યો છે.

લાખો હેક્ટરમાં વાવેલો કપાસ, 22 લાખ હેક્ટરથી વધારે ખેતરમાં વાવેલી મગફળીનો પાક અત્યારે વરસાદના કારણે બગડી ગયો છે. એ ઉપરાંત કઠોળના પાકને પણ નુકસાન થયું છે. બાગાયતી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને અત્યારે મુખ્યત્વે વેલાના શાકભાજી જેવા કે વાલોર, દુધી, તુરીયા સડી જવાની સ્થિતિમાં આવી ગયા છે. હજુ એક થી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો મોટાભાગના વેલાના શાકભાજીઓ નાશ પામશે. બીજી તરફ કોબી, ફ્લાવર, રીંગણ જેવા શાકભાજીમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદને કારણે ઈયળ અને જીવજંતુ નો ઉપદ્રવ વધી જશે. એટલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે થઈ રહ્યું છે અને આવનારા બે ત્રણ દિવસમાં થવાનું છે. જો ગુજરાત સરકાર સેટેલાઈટ થી સર્વે કરે તો સરકારે તાત્કાલિક દરેક તાલુકામાં થયેલા નુકસાનનો અંદાજ મેળવવો જોઈએ અને ખેડૂતોને આનું વળતર વહેલામાં વહેલી તકે ચુકવવી દેવું જોઈએ એવી અમારી માંગણી છે.

ખેડૂત નેતા Sagar Rabariએ ખેડૂતોને મળતા કેળાના ભાવ મુદ્દે જણાવ્યું હતું કે, ભાવનગરમાં 20 કિલો કેળા ખેડૂતો પાસેથી વેપારીઓ ₹100 માં ખરીદે છે એટલે કે ચારથી પાંચ રૂપિયા કિલોમાં ખરીદે છે અને અમદાવાદમાં એ 60 થી 80 રૂપિયા ડઝનના ભાવે વહેંચવામાં આવે છે. ભરૂચમાં 140 થી 150 રૂપિયાના ભાવે 20 કિલો કેળા ખરીદવામાં આવે છે, વડોદરામાં 80 થી 110 રૂપિયાના ભાવે 20 કિલો કેળા ખરીદવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 160 થી 170 રૂપિયા ના ભાવે 20 કિલો કેળા ખરીદવામાં આવે છે. આ ખેડૂતોનું શોષણ ક્યારેક રજના નિમિત્તે, ક્યારેક વરસાદના નિમિત્તે, ક્યારે કડદાના નિમિત્તે, ક્યારેક ભેજના નિમિત્તે કરવામાં આવી રહ્યું છે આ શોષણમાંથી ભાજપ ખેડૂતોને મુક્ત કરે એવી અમારી માંગણી છે.