Gopal Italia News: 31 ઓક્ટોબર યોજાનાર કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં હાજર રહેવા AAP ધારાસભ્ય Gopal Italiaની ખેડૂતોને અપીલ.ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવવા AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે. સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કે 31 ઓક્ટોબરે કિસાન મહાપંચાયતમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપે અને સરકારના આંખ કાન ખોલી દે.

31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સુદામડા ગામ, લીમડી વિધાનસભા (સુરેન્દ્રનગર) ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું.આજે માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું,મગફળી, સોયાબીન અને કપાસ સહિત લગભગ તમામ પ્રકારના પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે.

ઘણા વર્ષોથી ખેતીનો ધંધો નુકસાનીનો ધંધો બની ગયો છે. પાક નુકસાનીનું વળતર ખેડૂતોને મળી જાય તો નહીં નુકસાન નહીં નફાના ધોરણે ખેડૂતનું વર્ષ નીકળી જશે. પરંતુ સરકાર ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી. ખેડૂતોના મુદ્દે સરકારમાં અભિમાન આવી ગયું છે