AAP Gujarat News: હવે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટી(AAP)માં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. આજે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં લોકસભા પ્રમુખ, ST વિંગના પ્રદેશ ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ, મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડ પ્રભારી અને સહ પ્રભારી, જિલ્લા પંચાયતની સીટના પ્રભારી તથા સહ પ્રભારી તથા નગરપાલિકાના પ્રભારી તથા સહ પ્રભારી, તાલુકા મહિલા વિંગના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને તાલુકા એસટી સેલ પ્રમુખ, તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને તાલુકા યુવા વિંગ પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ક્ષમતા અનુસાર લોકોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીની તમામ પ્રદેશ કક્ષાએથી લઈને રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા નવા લોકો તથા નવા પદાધિકારીઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને 2027ની આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે. હાલ દરરોજ હજારોની સંખ્યામાં લોકો AAPમાં જોડાઈ રહ્યા છે અને સામાન્ય લોકોની સાથે સાથે તમામ જાતિ ધર્મ અને સમાજના આગેવાનો સહિત ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓના ઈમાનદાર લોકો પણ આમ આદમી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે.





