Niranjan Vasava AAP: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ Niranjan Vasavaએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, કેવડીયા ગોરા ગામ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત એક કિલોમીટર અંતર આવેલ ગોરા ગામના ઉમેદભાઈ તડવી જેમની જમીન 19 એકરથી પણ વધુ જમીન સરકારે ટ્રસ્ટના નામે અને એસ ઓ સત્તા મંડળના નામે કરી દીધેલ છે અને આજથી 15 દિવસ પહેલા પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ અને પોલીસ પ્રશાસન દ્વારા આ ખેડૂતની સાડા ત્રણ એકર જમીન જેમાં તુવેર, જુવાર, બાજરીનો પાક હતો, એ પાક પર ઇટાચી મશીન ફેરવી દઈ અને જમીન લેવેલિંગ કરી અને બીજા પ્રોજેક્ટોમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં પણ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ અને સરકારી અધિકારીઓ જોડે પોતાની જમીન પર બાંધકામ કરી રહ્યા અધિકારીઓને ઉમેદભાઈ તડવી તેમજ તેમનો પરિવાર રજૂઆત કરવા જાય છે કે “સાહેબ મારી જમીન શા માટે તમે લઈ લો છો સર્વે નંબર અમારા નામનો છે એમાં અમારું નામ બુજામાં મારું નામ છે અને તમે અમારી જમીન કેમ લઈ લો છો” તે બાબતે પોલીસ અધિકારી દ્વારા તેમને ધક્કો મારવામાં આવ્યો અને ખેતરની બહાર કાઢી મૂકવામાં આવ્યા.

ત્યારે ઉમેદભાઈની ઉંમર 70 થી 80 વર્ષની છે એમના બાપ દાદાએ આજદિન સુધી સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધેલ નથી અને કોઈપણ જાતનું વળતર નથી લીધું ત્યારે એમને આઘાત લાગતા છેલ્લા 15 દિવસથી ઉમેદભાઈ તડવી એ જમવાનું પણ છોડી દીધું છે અને તેમની તબિયત બગડતા તેમને આજરોજ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા, તેમની જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે “સાહેબ મારી 19 એક જ જમીન લઈ લીધી છે અત્યારે 15 દિવસ પહેલા 15 એક જ જમીન લઈ લીધેલી છે હવે મારા બાળકો મારા પરિવારના લોકો શું ખાસ છે કેવી રીતે રહેશે એના ટેન્શનથી મેં અન્નનો ત્યાગ કર્યો છે અને મને અત્યારે એ વાતનું ટેન્શન છે કે સરકાર અમારી જમીન લઈ લે છે અમારા બાપદાદા એ પણ એક પણ રૂપિયો લીધો નથી અને અમે પણ હાલ જીવીએ છીએ તેમ છતાં સરકારનો એક પણ રૂપિયો લીધો નથી સરકાર નવા નવા પ્રોજેક્ટ લઈને આવે છે અમારી જમીન ઉપર મોટા મોટા બાંધકામો કરે છે અને અમને અમારી જમીનમાંથી કાઢી મૂકી અને અમે જમીન વિહોણા થઈ રહ્યા છે, એનું ટેન્શન આવતા મેં જમવાનું છોડી દીધું છે આ બાબતે તેમણે રજૂઆત કરી તો અમારે સરકારને કહેવું છે કે તમે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોની જે જળ જંગલ અને જમીન છે તેની પર તમે જે કબજો કરી અને દેશ આપણા રાજ્ય તેમજ આ વિસ્તારનો વિકાસ કરી રહ્યા છો અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો લાવીને તો અમારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને કહેવું છે કે જે લોકો પોતાની જમીનો આપી આજે તે લોકો જમીન વિહોણા થયા છે આજે એમને કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને તમે એક એક કરી અને જે આદિવાસી સમાજના લોકોની જે જમીનો પર બાંધકામ કરી અને નવા નવા પ્રોજેક્ટ લાવો છો તમે વિકાસ કરો પણ વિકાસની સાથે સાથે જે લોકોની જમીનો ગઈ છે તેવા લોકોને યોગ્ય ન્યાય આપો.”

આજે લોકો ટાવર ઉપર ચડી જાય છે ઉપવાસ કરે છે આંદોલનો કરે છે પણ તેમ છતાં આ સરકારમાં બેઠેલા સરકારી અધિકારીઓ અથવા ધારાસભ્ય સાંસદ, રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાનને પણ આ ગરીબ લોકોની વેદના સમજાતી નથી. તમે 30-31 ઓક્ટોબરે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અમે દેશના વડાપ્રધાનને કહેવા માંગે છે કે તમે દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતી ઉજવવા આવો છો અત્યારે 150મી જન્મ જયંતી છે આ જન્મ જયંતી નિમિત્તે તમે આ તમામ જે જમીન વિહોણા અને જેમની જમીનો ગઈ છે એવા ખેડૂતોને ન્યાય આપો કે જેથી કરીને આવનારા દિવસોમાં એમનો જે પરિવાર છે એ પરિવારનું જીવન ગુજરાન ચાલે અને એ લોકો સુખ શાંતિથી રહે તમે આમ તો લાખો કરોડો રૂપિયા અલગ અલગ પ્રોજેક્ટોના નામે તમે પ્રજાના ટેક્સના રૂપિયે તાયફાઓ તેમજ કાર્યક્રમો તો કરો છો જ પણ જે લોકોએ જમીન ન આપ્યું છે એમને પણ તમે ન્યાય આપો એવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમારી નમ્ર અપીલ છે અને 31 ઓક્ટોબરે અમને અને આ ખેડૂત પરિવારોને મળવાની મુલાકાત આપે અને એમને યોગ્ય ન્યાય આપે એવી પણ અમે માંગણી કરી રહ્યા છીએ.