માસાએ તો સંપૂર્ણ વિદાય લઇ લીધી પરંતુ હજું પણ વરસાદે સંપૂર્ણ વિરામ નથી લીધો. ફરી એકવાર ગુજરાતમાં વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા એક સપ્તાહ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જમાવટ કરે તેવી શક્યતા છે. 

હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદનું અનુમાન છે. 

. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ છે જેના મહારાષ્ટ્ર પરથી ગુજરાતમાં આવતાં ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ઘમરોળશે. 

હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્તાહ મધ્યમથી ભારે રાજ્યમાં છુટછવાયો વરસાદ રહેશે પરંતુ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે.