Satish Shah death news: ફિલ્મ ઉદ્યોગ હજી પિયુષ પાંડેના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો
ત્યારે સતીશ શાહના અચાનક નિધનના સમાચારથી ઉદ્યોગને બીજો મોટો આંચકો લાગ્યો છે.
બોલિવૂડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીશ શાહ નું આજે, 25 ઓક્ટોબર ના રોજ 74 વર્ષની વયે કિડની ફેલ્યોર ને કારણે અવસાન થયું છે.
તેમના નજીકના મિત્ર અને દિગ્દર્શક અશોક પંડિતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે.
તીશ શાહનું નિધન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં બપોરે 2:30 વાગ્યે થયું હતું.