Manoj Sorathia News: બોટાદમાં ‘કળદા પ્રથા’ વિરુદ્ધના આંદોલન બાદ ભાજપ સરકારે તાનાશાહીપૂર્વક અનેક ખેડૂતો પર ખોટા કેસો કરી તેમને જેલમાં ભેગા કર્યા છે અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુભાઈ બોરખતરીયા સહિત અનેક આગેવાનોને પણ જેલમાં મોકલ્યા છે. તો આ દિવાળીના પર્વમાં આજે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathia, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર અને સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી સહિતના નેતાઓએ ગુજરાતના તમામ લોકોને અપીલ કરી છે કે ખેડૂતોના સમર્થનમાં તથા ભાજપ સરકારે કરેલા તાનાશાહી ભર્યા કૃત્યના વિરોધમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક પોતાના ઘરે એક દીવડો પ્રગટાવે અને ખેડૂતોને પોતાનું સમર્થન બતાવે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, આજે આપણે સૌ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છીએ આપણા સૌ માટે આ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે. આ સમયે કેટલા તો ખેડૂતો અને કેટલાક ખેડૂત આગેવાનો રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુભાઈ બોરખતરીયા સહિતના લોકો જેલમાં છે. આપણા માટે, ખેડૂતો માટે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે ની આ લડાઈમાં સાથ આપવા માટે હું આપ સૌને એક દીવો ખેડૂતો માટે પ્રગટાવવાની અપીલ કરું છું. જે ખેડૂતો આ યાત્રા સહન કરી રહ્યા છીએ એ ખેડૂતો માટે આપણે એક દીવો અર્પણ કરીએ. હું પણ ખેડૂતો માટે દીવો પ્રગટાવવાનો છું અને તેમને અર્પણ કરવાનો છું તમે પણ તમારા ઘરે એક દીવો પ્રગટાવીને તેમને અર્પણ કરશો.