Isudan Gadhvi News: બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા માટે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi રાજુભાઈ કરપડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને આમ આદમી પાર્ટી તેમના પરિવારની સાથે છે તેવી સાંત્વના પાઠવી હતી. તેમજ Isudan Gadhviએ સુરેન્દ્રનગરમાં મૂળી અને સાયલા ગામના જે ખેડૂતો સામે ખોટી FIR કરી તેમને જેલમાં મોકલ્યા છે, તેમાંથી વહાણભાઈ ઠાકોર (ખાટડી), સંગ્રામભાઈ રબારી (સરપંચ, દુધઈ), વિહાભાઈ રબારી (કુંતલપુર) અને વિપુલભાઈ તળપદા કોળી (વડદરા)ના પરિવારની પણ મુલાકાત લીધી હતી અને આમ આદમી પાર્ટી તમામને સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી આપી. ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં ભાજપી કડદા પાર્ટી દ્વારા કડદા કરવામાં આવી રહ્યા હતા ત્યારે બધા ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે આ કડદા પ્રથા બંધ કરાવવી છે. પછી જે રીતે ભાજપે ખેડૂતો ઉપર બર્બરતા બતાવી અને લાઠીચાર્જ કર્યો એ બાદ ખેડૂતોની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા ત્યારે આજે હું સાયલા અને મુળી તાલુકાના જે ખેડૂત પરિવારો છે જેમના ઉપર કેસ થયા છે એમની મુલાકાત લેવા આવ્યો છું. જે પરિવાર સાથે મળીને દિવાળીનો તહેવાર ઉજવવાનો હતો તે પરિવારના ખેડૂતોને ભાજપે પરિવારથી દૂર કર્યા છે. પરિવારની મુલાકાત બાદ ઈસુદાન ગઢવીએ દુધઈ ગામે આવેલ વડવાળા દેવના મંદિરે દર્શન કર્યા, મહંત શ્રી રામ બાલકદાસના આશીર્વાદ મેળવ્યા હતા.

Isudan Gadhviએ વધુમાં જણાવ્યું હતું કે, આપના પરિવારના જે વડીલો અત્યારે જેલમાં છે 54 લાખ ખેડૂતો તેમના આભારી છે કારણ કે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. જે ખેડૂતોની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે તેમના પરિવારની હાલત દયનિય છે. અમારા નેતાઓની વિરુધ્ધ પણ કેસ કર્યા છે પરંતુ નિર્દોષ ખેડૂતો વિરુદ્ધ કેસ કરીને તેમને તેમના પરિવારથી વિખુટા કરવાની ભાજપે જરૂર હતી નહીં. આજે પરિવારને મળીને મેં હિંમત આપી છે અને સાંત્વના પાઠવી છે કે હર હંમેશ આમ આદમી પાર્ટી આપની સાથે છે એની મેં ખાતરી આપી છે. આગામી સમયમાં ઈશ્વર સરકારને સદબુદ્ધિ આપે અને આ જે કેસ કરવામાં આવ્યા છે એ પરત ખેંચે અને કડદા બંધ કરાવવાની લેખિત બાંહેધરી આપે તેવી આશા રાખીએ છીએ. અત્યારે જે ખેડૂતો જેલમાં છે એમના પરિવાર કડદા બંધ કરાવવાની માંગણી પર આજે પણ અડગ છે