Gopal Italia AAP: બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા માટે ગતરોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italia આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન રાજુભાઈ બોરખતરિયાના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના પરિવારની મુલાકાત લીધી. માણાવદર તાલુકાના મટીયાણા ગામ જઈને યુવા નેતા ગોપાલ ઇટાલિયા રાજુભાઈના માતા-પિતા, તેમના મોટાભાઈ, તેમના પત્ની,બાળકો અને અન્ય પરિવારજનોને મળ્યા હતા અને આમ આદમી પાર્ટી તરફથી રાજુભાઈને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ પણ જણાવ્યું હતું રાજુભાઈ બોરખતરિયાનો પૂરો પરિવાર ખેડૂતોના હિતમાં મક્કમપણે ઉભો છે અને પોતાના દીકરાએ ખેડૂતો માટે લડત આપી રહ્યો છે તે બાબતે ગર્વ અનુભવી રહ્યો છે. ખેડૂતો માટેની આ લડત ન્યાય માટેની લડત છે અને આખી પાર્ટી રાજુભાઈ બોરખતરિયા અને ખેડૂતોની સાથે ખભે ખભા મળી ઉભી રહેશે. દિવાળીના સમયમાં રાજુભાઈ પોતાના ઘરે નથી માટે અમે પરિવારને કહેવા માંગીએ છીએ કે તમે મને પોતાનો દીકરો ગણો. આ જ ભાવના સાથે એક દીકરા તરીકે હું અત્યારે તમામ સાથી મિત્રોના ઘરે મુલાકાત લઈ રહ્યો છું.