Ahmedabad: સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં જ એક વરિષ્ઠ વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈ પર જૂતું ફેંક્યાની ઘટના બાદ, અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ આવી જ ઘટના બની છે. અહેવાલો મુજબ, પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

મંગળવારે અમદાવાદ સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સિપાલ જજ એમ પી પુરોહિત પર જૂતું ફેંકવામાં આવ્યું હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, જજે તેની અપીલ ફગાવી દીધા પછી આરોપીએ જૂતું ફેંક્યું હતું. પોલીસે તાત્કાલિક તે વ્યક્તિને અટકાયતમાં લીધો હતો અને આ મામલાની તપાસ શરૂ કરી છે.

અગાઉ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપી વ્યવસાયે વકીલ છે. તેનું નામ રાકેશ કિશોર છે. જૂતું ફેંકવાનો પ્રયાસ કરતા પહેલા વકીલે બૂમ પાડી હતી કે, “સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં આવશે નહીં.” જો કે, જસ્ટિસ ગવઈ આ સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે શાંત રહ્યા. કોર્ટ સ્ટાફ દ્વારા વકીલ રાકેશ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આમ, આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આવા ગુનાઓને લઈને કડક પગલા લેવાની જરૂર છે. જો આમ, કાયદા વ્યવવસ્થાનું અપમાન ન્યાયના મંદિરમાં જ થતું રહેશે તો, લોકોમાં તેનું ખોટું ઉદાહરણ ઉભું થઈ શકે છે. તેથી આવી ઘટનાઓની ગંભીર નોંધ લઈને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

આ પણ વાંચો