Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ બોટાદના હળદર ગામમાં ખેડૂતો ઉપર પોલીસે ગુજારેલા દમનના અત્યાચારનો સખ્ત શબ્દોમાં વખોડતા કહ્યું હતું કે, જગતના તાત ખેડૂતો પોતાની બે માંગણીઓને લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને ચેરમેન પાસે પોતાની માગણીઓ મૂકી હતી એ માંગણીઓનું સમાધાન કરવાની જગ્યાએ તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો સાથે સાથે ખેડૂત નેતા રાજુ કરપડાની પણ ધરપકડ કરી લેવામાં આવી. સૌથી દુઃખદ બાબતે છે કે ગઈકાલે હડદડ ગામમાં ખેડૂતોએ જ્યારે ખેડૂતો આગળ શું કરી શકાય, ખેડૂતોને ન્યાય કેવી રીતે મળશે, સરકાર સાથે કઈ રીતે વાટાઘાટો કરવી આવી સામાન્ય બાબતની ચર્ચા કરવા માટે કિસાન મહાપંચાયત બોલાવી હતી અને હજારોની સંખ્યામાં ત્યાં ખેડૂતો ભેગા થયા હતા ત્યારે ભાજપના ઈશારે પોલીસે આખું હડદડ ગામ ઘેરી લીધું હતું અને ત્યારબાદ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. કેટલાક ખેડૂતો નાશ ભાગ થયા બાદ ઘરમાં ઘૂસી ગયા ત્યારે ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યાં હાજર બહેનોને પણ ડરાવવામાં આવી હતી. આ જે અત્યાચાર થયો છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને અમે કાળો દિવસ તરીકે બનાવીએ છીએ. અંગ્રેજોના શાસનમાં પણ આટલી તાનાશાહી હતી નહીં.
30 વર્ષના ભાજપના શાસનમાં જગતનો તાત માત્ર ન્યાય માંગી રહ્યો છે તેમનો કોઈ અંગત સ્વાર્થ નથી. તેઓ આખું વર્ષ પરસેવો પાડીને ખેતી કરે છે.મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે પરંતુ તેમને ભાવ નથી મળી રહ્યો એ ન્યાય પણ આ ભાજપ સરકાર ખેડૂતોને આપી શકતી નથી. 30 વર્ષથી શાસન ચલાવી રહેલી આ સરકાર અને એનું મંત્રીમંડળ નિષ્ફળ ગયું છે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. જે ખેડૂતોને મારી મારીને પોલીસે અટકાયત અને ધરપકડ કરી છે એમને ખાવા પીવાનું પણ નથી આપવામાં આવી રહ્યું. એ ખેડૂતોના સમર્થનમાં તેમના ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ. આવનારા દિવસોમાં ખેડૂતો સાથે આ પ્રકારનો અન્યાય થશે તો ગુજરાતમાં જેટલી પણ APMC માર્કેટ યાર્ડ છે ત્યાં ખેડૂતોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલન અમે કરીશું. ખેડૂતોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર પંચમાં પણ જઈશું. આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે ઉભી છે. જે પણ પોલીસ અધિકારીઓએ અમાનવીય વ્યવહાર કર્યો છે તેમના પર પણ આવનારા દિવસોમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને ખેડૂતોને ન્યાય મળે તેના માટે કાર્યક્રમો કરીશું.