CJI: ગયા સોમવારે 71 વર્ષીય વકીલ રાકેશ કિશોર દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરવાની ઘટનાએ દેશવ્યાપી ચર્ચા જગાવી છે. ગુરુવારે CJI ગવઈએ આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “સોમવારે જે બન્યું તેનાથી હું અને મારા સાથી ન્યાયાધીશ જોયમલ્યા બાગચી ખૂબ જ આઘાત પામ્યા હતા. જોકે, આ હવે અમારા માટે ભૂલી ગયેલું પ્રકરણ છે.”

ગયા સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે CJI ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. તેઓ પોડિયમ પાસે ગયા અને જૂતા કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટમાં સુરક્ષા કર્મચારીઓએ તેમને સમયસર અટકાવ્યા. આ ઘટના બાદ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક વકીલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું.