પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે, બીજો તબક્કો 11 નવેમ્બરે યોજાશે; મતગણતરીની તારીખ 14 નવેમ્બર નક્કી કરાઈ.

ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 

પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, બિહારમાં 40 દિવસ સુધી ચાલનારી ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે. 

પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. 

રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો 14 નવેમ્બર, 2025 ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે.