Dr. Karan Barot:આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે અને તમામે તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ વોર્ડમાં પોતાનો દબદબો બનાવી રહી છે. લોકોની સેવામાં હંમેશા તત્પર રહેતી આમ આદમી પાર્ટીના લોકસેવા કાર્યાલયનું અમરાઈવાડી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિનયભાઈ ગુપ્તા દ્વારા આ ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડો.જ્વેલ વસરા, ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr. Karan Barot, અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ચાવડા, માઇનોરિટી સેલના પ્રદેશ અધ્યક્ષ અમજદ પઠાણ, લીગલ સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ નાગેન્દ્ર મિશ્રા, શહેર મહામંત્રી જતિન પટેલ, મહિલા શહેર અધ્યક્ષ સિદ્ધિબેન, જેમિન દેસાઈ, મોતી દેસાઈ, ઈશ્વર દેસાઈ, મહેન્દ્ર વાઘેલા, રાકેશ વાઘેલા, હરિભુવન પાંડે, નાગેન્દ્ર પાંડે, યાત્રિક પટેલ, સપનાબેન, ભાવનાબેન, શ્રુતિબેન, માલતીબેન સહિતના કાર્યકરો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડો.જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે, લોકોની સેવા કરવા માટે જ આમ આદમી પાર્ટીએ લોકસેવા કાર્યાલય શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, ભ્રષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓથી જનતા પીડાઈ રહી છે. 30 વર્ષથી ભાજપનું રાજ હોવા છતાં લોકોની સ્થિતિમાં સુધારો થયો નથી. હવે જનતા પણ પરિવર્તન ઈચ્છી રહી છે. વિસાવદરની જીત બાદ શહેરની જનતામાં પણ આશાનું એક કિરણ જાગ્યું છે. આ કાર્યાલય શરૂ થવાથી એ સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે આમ આદમી પાર્ટીને જન સમર્થન મળી રહ્યું છે. ગુજરાતની જનતાએ હવે વિસાવદરવાળી કરવાનું મન બનાવી લીધું છે. દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr. Karan Barot આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે લોકો હંમેશા તમારી સેવા માટે હાજર છીએ. આ કાર્યાલય તમારા માટે જ શરૂ કરવામાં આવ્યું છે. અમે શહેરની જનતાને કહેવા માંગીએ છીએ કે તમને કોઈ પણ સમસ્યા મુશ્કેલી હોય તો અમારા સેવા કાર્યાલય પર સંપર્ક કરી શકો છો. અમે તમારા માટે અવાજ ઉઠાવીશું અને તમને ન્યાય અપાવીશું. તમારા માટેની લડાઈ માટે અમારે જેલમાં જવું પડે તો પણ જઈશું અમારી સામે ખોટી FIR નોંધવામાં આવે તો પણ અમે લડીશું. શહેરની જનતાએ પરિવર્તન લાવવા માટે આશાનું કિરણ અમારામાં જોયું છે એ બદલાવ અમે ચોક્કસ લાવીશું. શહેરની જનતા હવે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે અને વિસાવદરવાળી કરવાનું ઈચ્છી રહી છે