અમદાવાદ: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને તેમની યાત્રાની માંગને પહોંચી વળવા માટે સાબરમતી-ગુડગાંવ અને મુંબઈ સેન્ટ્રલ-સાબરમતી વચ્ચે વિશેષ ભાડે વંદે ભારત સુપરફાસ્ટ વન-વે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 09401 સાબરમતી-ગુડગાંવ વંદે ભારત સુપરફાસ્ટ વન-વે વિશેષ [2 ફેરા]

ટ્રેન નંબર 09401 સાબરમતી-ગુડગાંવ વંદે ભારત વિશેષ 5 અને 6 ઓક્ટોબર 2025ના રોજ સાબરમતીથી સાંજે 5:30 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 8:25 વાગે ગુડગાંવ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીના ડબ્બા હશે.

ટ્રેન નંબર 09153 મુંબઈ સેન્ટ્રલ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ વન-વે વિશેષ [2 ફેરા]

ટ્રેન નંબર 09153 મુંબઈ સેન્ટ્રલ-સાબરમતી વંદે ભારત વિશેષ 5 અને 6 ઓક્ટોબર 2025ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 10:30 વાગે રવાના થશે અને તે જ દિવસે સાંજે 5:20 વાગે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં પણ એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીના ડબ્બા હશે.