Surat News: સુરત: બાંદ્રા ટર્મિનસ અને બઢની સ્ટેશન વચ્ચે વિશેષ ભાડે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 05034/05033 બાંદ્રા ટર્મિનસ-બઢની સાપ્તાહિક સ્પેશિયલના કુલ 16 ફેરા ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 05034 બાંદ્રા ટર્મિનસ-બઢની 11 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર શનિવારે સવારે 9:30 વાગે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે અને બીજા દિવસે રાત્રે 10:15 વાગે બઢની પહોંચશે.બીજી તરફ, ટ્રેન નંબર 05033 બઢની-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ 9 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે રાત્રે 9:30 વાગે બઢનીથી રવાના થશે અને શનિવારે સવારે 6:30 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, રતલામ, કોટા, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બાદશાહ નગર, ગોંડા અને બલરામપુર સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનમાં સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર 05034નું બુકિંગ 5 ઓક્ટોબરથી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે.