Ahmedabad: અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળા આજે એક મોટી દૂર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. બાવળાના આબા તળાવ પાસે ભરવાડ વાસ નજીક એક રહેણાંક મકાનમાં એકાએક ગેસ સિલિન્ડરનો ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં હાજર બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક છે. તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડાવામાં આવ્યો છે.

માહિતી મુજબ, આ દૂર્ઘટના વખતે પરિવારના લોકો ઘરમાં રસોઈ બનાવી રહ્યાં હતા. ત્યારે અચાનક ગેસનો બોટલ ફાટવાના કારણે આજુબાજુના 3 મકાનોની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે, આ વિસ્ફોટ કેટલો ભયાનક હશે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને આખા વિસ્તારને કોર્ડન કરીને તપાસ આદરી હતી. આ ઉપરાંત સિલિન્ડર ફાટવાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ આવશે.

પોલીસે આ મામલે પ્રાથમિક માહિતી લઈ લીધી. સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એવામાં આ સમગ્ર ઘટના કોઈ દૂર્ઘટના છે કે, કોઈનું ષડયંત્ર જેવી અનેક બાબતોને લઈ પોલીસ તપાસ કરી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો