પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા હજુ પણ પ્રથમ ઇનિંગમાં 41 રન પાછળ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 162 રન જ બનાવી શક્યું.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી જસ્ટિન ગ્રીવ્સે સૌથી વધુ 32 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
આ મેચમાં, ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય મોંઘો સાબિત થયો.