રાજ્યમાં સવારથી જ મેઘરાજાની મહેર યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 10 તાલુકામાં એકથી સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

આજે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4.61 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, પોશીનામાં 2.36 ઇંચ, અને પ્રાંતિજમાં 1.97 ઇંચ વરસાદ પડ્યો છે. 

જામકંડોરણા, કાલાવડ, તલોદ, ઉમરગામ, દાંતા, અને રાધનપુરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

રાજકોટ શહેર, હિંમતનગર અને ભિલોડામાં પણ સારો વરસાદ પડ્યો છે.