Dr Karan Barot AAP: આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr Karan Barotએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા કહેવામાં આવે છે કે ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં આજે ભાજપના રાજમાં ગુજરાત દેવા તળે દબાયેલું છે. આજે યુવાનો,ખેડૂતો, મહિલાઓ તથા વ્યાપારીઓ તમામ મુશ્કેલીમાં મુકાયેલા છે, તમામ પર દેવું છે. ભાજપના રાજમાં ભાજપના નેતાઓનો વિકાસ થયો પરંતુ લોકોનો વિકાસ થયો નથી. ભાજપ આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાતની જનતા વચ્ચે જઈ રહી છે પરંતુ હકીકત કંઈક અલગ છે. ગુજરાતનું દેવું 1.5 લાખ કરોડથી વધીને 3.5 લાખ કરોડ થઈ ગયું, ગુજરાતમાં ખેડૂતોનું દેવું 1.5 લાખ કરોડને પાર થઈ ગયું, ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25000 લોકોએ આત્મહત્યા કરી, છેલ્લા ત્રણ વર્ષમાં 6000 મહિલાઓ પર બળાત્કાર થયા અને 27થી વધારે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયા, ગુજરાતમાં દર મહિને ગેંગરેપની ઘટનાઓ ઘટી રહી છે અને દરરોજ ત્રણ ચાર મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે, આ ગુજરાતની હકીકત છે.
સાથે સાથે હકીકત એ પણ છે કે ગુજરાતની 147 નગરપાલિકાઓ ઉપર 17000 કરોડથી વધારેનું દેવું છે, આમાંથી 121 નગરપાલિકાઓ એવી છે જે લોકોને વીજળીનું બિલ ભરવા માટે 4,000 કરોડનું દેવું કરવું પડ્યું છે, આ દેવાના હપ્તાઓ પણ નગરપાલિકા ચૂકવી શકતી નથી. ભાજપ દ્વારા મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ જમીનની હકીકત અલગ છે એ આજે દેખાઈ રહ્યું છે. રોડના ઉદ્ઘાટન બાદ રોડ તૂટી જાય છે, બ્રિજના ઉદ્ઘાટન બાદ બ્રિજ તૂટી જાય છે, થોડા વરસાદમાં આખા શહેરમાં પાણી ભરાઈ જાય છે, આના પરથી દેખાઈ રહ્યું છે કે ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરવામાં આવ્યું નથી. ગુજરાતમાં આટલી સમસ્યાઓ છે તેમ છતાં પણ ભાજપ દ્વારા મુખ્ય મુદ્દાઓને ભટકાવવા માટે મોટી મોટી ઘોષણાઓ કરવામાં આવે છે, પરંતુ આનો પણ ફુગ્ગો ફૂટી ગયો છે કારણ કે કેગ દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો એમાં એવું જણાવવામાં આવ્યું કે આ સરકાર દ્વારા જે 200થી પણ વધારે યોજનાઓની ઘોષણા કરવામાં આવી પરંતુ તે યોજનાઓ પૂર્ણ કરવામાં આવી નથી. આવી જ યોજનાઓના 18000 કરોડ રૂપિયા ક્યાંકને ક્યાંક ફસાયેલા છે. બસ આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે મોટી મોટી જાહેરાતો અને વાતો કરવામાં આવે છે.
ભાજપે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પણ કોઈ કામ કર્યા નથી. લદ્દાખની જનતાને વચન આપવામાં આવ્યું હતું કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે પરંતુ પૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો નહીં માટે લદ્દાખના યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. આસામમાં પણ કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજને એસ.ટી સમાજનો દરજ્જો આપવામાં આવશે પરંતુ ભાજપે આ વાયદો પૂરો કર્યો નહીં માટે ભાજપ વિરુદ્ધ આસામના યુવાનો આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનોને કહેવા માંગીશ કે આપણે પણ આપણા આત્માની જગાડવો પડશે. આપણે જાગૃત બનવું પડશે અને જોવું પડશે કે કઈ રીતે ભાજપના નેતાઓએ ચારેબાજુ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના નેતાઓ પોતે સ્વીકારે છે કે એક રૂપિયાના કામમાં 60થી 70 પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપના નેતાઓ પણ સ્વીકારે છે કે તેમની સરકારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
ગુજરાતની જનતાએ જોવું પડશે કે કોણ ગુજરાતની જનતા માટે લડવા માંગે છે. જે પણ લોકો ગુજરાતની જનતા માટે લડી રહ્યા છે તેમને ઓળખવા પડશે અને તેમને સપોર્ટ કરવો પડશે. વિસાવદરની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં એક પરિવર્તનની આંધી દેખાઈ છે. સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતની જનતા માટે જો કોઈ લડવા માંગે છે તો તે ફક્ત આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતની જનતાને હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે હવે તમારે જાગૃત થવાની જરૂરત છે અને જે લોકો સાચે જ ગુજરાતના લોકો માટે લડી રહ્યા એ લોકોને ઓળખીને તેમને સમર્થન આપવાની જરૂર છે.