Gujarat: નવરાત્રિનો પાવન પર્વ શરૂ થવાની ઘડીએ જ હવામાન વિભાગે રાજ્ય માટે ચેતવણી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ આગાહીને પગલે ગરબા આયોજકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતા વધવા લાગી છે.
ચોમાસાની વિદાય ટાણે વરસાદી માહોલ
રાજ્યમાં આ સિઝનનો અત્યાર સુધી કુલ 111 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 131 ટકા, ઉત્તર ગુજરાતમાં 119 ટકા, દક્ષિણ ગુજરાતમાં 117 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સૌરાષ્ટ્રમાં 96 ટકા વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની વિદાયની વેળાએ ફરી એકવાર સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ત્રાટકવાની તૈયારીમાં છે.
કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે?
28 સપ્ટેમ્બર
ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
29 સપ્ટેમ્બર
આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
30 સપ્ટેમ્બર
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
1 ઓક્ટોબર
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
ગરબા આયોજકોની ચિંતા વધી
નવરાત્રિના પર્વ દરમિયાન રાજ્યભરમાં નાના-મોટા કાર્યક્રમો યોજાય છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં લાખો લોકો ગરબાની રાસરમઝટ માણે છે. પરંતુ ભારે વરસાદને કારણે આયોજકોને સ્થળની વ્યવસ્થા, લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ તથા ભીડ નિયંત્રણને લઈને મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
જનતાને સાવચેત રહેવા અનુરોધ
હવામાન વિભાગે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળામાં પાણી વધે ત્યારે સાવચેત રહેવા તથા વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનમાં ભેગા થવાથી બચવા સૂચના આપી છે.
આ પણ વાંચો
- Accident: ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત: ઉદયપુર-અમદાવાદ હાઇવે પર પાંચ વાહનો અથડાયા, જેના કારણે રસ્તા પર માંસના ટુકડા વિખેરાઈ ગયા
- Bangladeshમાં 15 સૈન્ય અધિકારીઓની અટકાયત, આતંકવાદના આરોપસર ધરપકડનો આદેશ જારી
- Israel: ડ્રોન ફૂટેજમાં બે વર્ષના યુદ્ધની અસર, પેલેસ્ટિનિયનો ખંડેરમાં પાછા ફર્યા; યુએસ સૈનિકો ઇઝરાયલમાં પહોંચ્યા
- Biden: ઝડપથી ફેલાતા પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન રેડિયેશન અને હોર્મોન થેરાપીમાંથી પસાર થઈ રહ્યા છે
- Draupadi Murmu: “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” રાષ્ટ્રપતિ મુર્મુએ સાસણ ગીરની મુલાકાત લેતા આદિવાસી મહિલાઓની ફરિયાદ