Surat: ગુજરાતમાં નકલી કાંડની શ્રેણી યથાવત છે. ખાણીપીણી, ટોલનાકા, કોર્ટ અને અધિકારીઓ સુધી નકલી બહાર આવી ચૂક્યા છે. હવે સુરતમાં ગરબા મહોત્સવ દરમિયાન નકલી PSI ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
શું હતી ઘટના?
સુરતના ડુમસ ગરબા મહોત્સવમાં યુવરાજ રાઠોડ, જે વ્યવસાયે રત્ન કલાકાર છે, પોતે PSI હોવાનો દાવો કરીને રોફ જમાવતો હતો. હાથમાં વોકીટોકી લઈને તે “ઓન ડ્યુટી PSI છું” એવું કહી મફતમાં એન્ટ્રી મેળવી રહ્યો હતો અને નિરાંકે ગરબાની મજા માણી રહ્યો હતો.
પરંતુ, આ દરમિયાન અસલી પોલીસના ધ્યાનમાં તેની હરકત આવી. શંકા જતા પોલીસકર્મીઓએ તેની પૂછપરછ શરૂ કરી. તપાસ કરતાં બહાર આવ્યું કે યુવરાજ PSI નથી, પરંતુ સામાન્ય નાગરિક છે.
પોલીસ સામે માંગી માફી
આરોપી પાસે રહેલું વોકીટોકી તેના મિત્રનું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં યુવરાજે પોતાનું દોષ કબૂલ કર્યું અને પોતાના કૃત્ય બદલ માફી પણ માંગી.
ફરિયાદ નોંધાઈ, તપાસ ચાલુ
પોલીસે આયોજકોની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી આયોજકો તથા સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે કે કોઈપણ વ્યક્તિ નકલી ઓળખ આપી સરળતાથી અંદર પ્રવેશી શકે છે.
સ્થાનિકોમાં ચર્ચાનો વિષય
ગરબા મહોત્સવ દરમિયાન હજારો લોકો ભેગા થતા હોય છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ સ્પષ્ટ જોવા મળી. નકલી PSI ઝડપાયા બાદ સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ છે કે, આવી બેદરકારીથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો
- National: સ્વામી ચૈતન્યાનંદ પર 17 છોકરીઓને યૌન શોષણનો આરોપ, તેની વોટ્સએપ ચેટ્સ સામે આવી
- National: દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 78 દિવસનો બોનસ
- Gandhinagar: અડાલજ લૂંટ-મર્ડર કેસના મુખ્ય આરોપી “સાયકો કિલર” વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
- BCI ના નિર્દેશો પછી ગુજરાત બાર કાઉન્સિલે 53,000 વકીલોને ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો
- Jamnagar: ભયાનક અકસ્માત, લગ્ન પહેલાં જ PGVCL કર્મચારી યુવાનનું કરુણ મોત