જામનગર: અહીં રણજીત નગરમાં પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબામાં પુરુષ ખેલૈયાઓ દ્વારા રમાતો ‘અંગારા રાસ’ હવે શહેરની વિશેષ ઓળખ બની ગયો છે. છેલ્લા 15 વર્ષથી અંગારા રાસ રમાઈ રહ્યો છે. આ દરમિયાન ધગધગતા અંગારા પર ગરબો રમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આ રાસે લોકોમાં ખાસ આકર્ષણ પેદા કર્યું છે. ધગધગતા અંગારા પર 12 ખેલૈયાઓ 10 મિનિટ સુધી માતાજીની આરાધના કરે છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.
બે મહિનાની સખત કવાયત
આને નામ આપવામાં આવ્યું છે અંગારા રાસ. આ પ્રકારનો રાસ સાત દાયકા જૂનો છે. આ રાસ પહેલાં કપાસના બીજને સળગાવવામાં આવે છે. પછી યુવાનો હાથમાં મશાલ લઈને તેના પર રાસ રમે છે. આ કરતા પહેલાં બધાએ સતત બે મહિના સુધી તેની પ્રેક્ટિસ કરી છે. સાત દાયકાથી આ પ્રકારનો રાસ રમાઈ રહ્યો છે. તેને જોવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે.