Gujarat Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનએ દેશના લોકોના પૈસાની બચત, થાય લોકો ઉમંગ ઉત્સવથી તહેવારો ઉજવે અને જી.એસ.ટી. રિફોર્મ્સના લાભથી લોકોની સમૃદ્ધિ તથા વૈભવ વધે અને જીવન ધોરણમાં સુધારો થાય તેવો ઉદાત્તભાવ નેક્સ્ટ જેન જી.એસ.ટી. ફોર્મ્સમાં રાખ્યો છે.
મુખ્યમંત્રી Bhupendra Patelએ રાજ્યના સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવતા એમ પણ જણાવ્યું કે હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો છે. આપણે ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ, ખરીદીએ અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓ જ વેચવાનો આગ્રહ રાખે તેવી અપીલ તેમણે કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે જી.એસ.ટી.ના રિફોર્મ્સનો લાભ દરેક વેપારી, ગ્રાહકો સુધી પહોંચાડીને બચત ઉત્સવને વેગ આપે એટલું જ નહીં લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનનો સંકલ્પ આકાર કરે.