Morbi: ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તાજેતરમાં રાજકોટ અને મોરબીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાના કારણે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ દરોડામાં લુઈસ, મેટ્રો અને મોર્ડન ગ્રુપ સહિતની સિરામિક કંપનીઓ પર પાડવામાં આવ્યા હતા. દરોડા ઘણા સમયથી ચાલી રહેલ ૪૦૦ કરોડના બેનામી વ્યવહારોને લઈને હતા. 

આ દરોડામાં ૨૫૦ થી વધુ અધિકારીઓ સંકળાયેલા હતા અને મોરબીના ૩૪ તથા રાજકોટમાં ૬ થી વધારે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૧૦ કરોડ રોકડા અને ૧ કરોડના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા હતા. દરોડામાં સિરામિક એસોશિએશનના પ્રમુખ રાજુ ધમસાણા, ધીરૂભાઇ રોઝમાલા અને જીતુભાઇ રોઝમાલાનો સમાવેશ થયા છે. IT વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો દ્વારા વધુ ખુલાસો થાય તેની શક્યતાઓ રહેલી છે.