Niranjan Vasava AAP: નર્મદા જિલ્લાના ગુરૂડેશ્વર તાલુકામાં વધરાલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, આસપાસના ગામના આગેવાનો ચૂંટાયેલા સરપંચ, માજી સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં AAP નર્મદા જિલ્લા પ્રમુખ Niranjan Vasavaએ જણાવ્યું હતું કે, આજે જે આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા જે હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો સરકારમાં ઉઠાવે છે એમના પર ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવ્યા છે જે હવે આજે દરેક સમાજ આ જોઈ અને આ તાનાશાહી સરકારને બદલવા માંગી રહી છે અને પાર્ટીની વિચારધારા અને કામગીરીને જોઈને 400+ થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

દરેક ગામે ગામ લોકોનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે પણ તેમ છતાં પણ આજે ઘણા બધા ગામો વિકાસથી વંચિત છે, જેમને આજે પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી એ માટે હવે દરેક ગામે ગામ લોકો આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી કંટાળી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને હવે દરેક ભાઈઓ, બહેનો, યુવાઓ આજે બદલાવ ઇચ્છિ રહ્યા છે આજે શિક્ષણ, આરોગ્ય, શિક્ષિત બેરોજગારો, જમીન સંપાદનો, પેપરો લીક, બોગસ કર્મચારીઓ, બોગસ ઓફિસો, ખરાબ રોડ રસ્તાઓથી કંટાળી અને હવે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી બદલાવ કરવા લાગ્યા છે અને 400થી પણ વધુ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને લોકોનું ખૂબ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે.