Unemployment: ઓગસ્ટ 2025 માં ભારતનો એકંદર બેરોજગારી દર ઘટીને 5.1% થયો. આ દર સતત બીજા મહિને ઘટીને જૂનમાં 5.6 ટકાથી જુલાઈમાં 5.2 ટકા અને હવે ઓગસ્ટમાં 5.1 ટકા થયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા સોમવારે જાહેર કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) માં આ વાત જણાવવામાં આવી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓગસ્ટમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષોમાં બેરોજગારી દર ઘટીને 5.0% થયો, જે એપ્રિલ 2025 પછીનો સૌથી નીચો છે. શહેરી પુરુષ બેરોજગારી જુલાઈમાં 6.6% થી ઘટીને ઓગસ્ટમાં 5.9% થઈ ગઈ, જ્યારે ગ્રામીણ પુરુષ બેરોજગારી 4.5% થઈ ગઈ. ગ્રામીણ બેરોજગારી દર સતત ત્રણ મહિના સુધી ઘટતો રહ્યો, મેમાં 5.1% થી ઘટીને ઓગસ્ટમાં 4.3% થયો. ગ્રામીણ અને શહેરી બેરોજગારીનો સંયુક્ત દર 5.1% રહ્યો.

ઓગસ્ટમાં મહિલાઓ માટે વર્કફોર્સ રેશિયો (WPR) જૂનમાં 30.2% થી વધીને 32.0% થયો. ગ્રામીણ મહિલાઓ માટે WPR જૂનમાં 33.6% થી વધીને ઓગસ્ટમાં 35.9% થયો. શહેરી મહિલાઓ માટે WPR જૂનમાં 22.9% થી વધીને ઓગસ્ટમાં 23.8% થયો. મહિલાઓ માટે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) જૂનમાં 32.0% થી વધીને ઓગસ્ટમાં 33.7% થયો.

ગ્રામીણ મહિલાઓ માટે LFPR જૂનમાં 35.2% થી વધીને ઓગસ્ટમાં 37.4% થયો. શહેરી મહિલાઓ માટે LFPR જૂનમાં 25.2% થી વધીને ઓગસ્ટમાં 26.1% થયો. જૂનમાં એકંદર વર્કફોર્સ રેશિયો (WPR) જૂનમાં 51.2% થી વધીને ઓગસ્ટમાં 52.2% થયો. 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે એકંદર LFPR જૂનમાં 54.2% થી વધીને ઓગસ્ટમાં 55% થયો. ઓગસ્ટ 2025નું બુલેટિન 376,839 વ્યક્તિઓના પ્રતિભાવો પર આધારિત છે, જેમાં ગ્રામીણ વિસ્તારોના 215,895 અને શહેરી વિસ્તારોના 160,944 લોકોનો સમાવેશ થાય છે.